વ્યાજંકવાદી ઉપરાંત કારખાનેદારની પણ સંડોવણી : પાંચ વિરુદ્ધ એસ્ટ્રોસિટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો મોરબી : મોરબીમાં વ્યાજખોરોને નાથવા માટે પોલીસે લોકદરબાર યોજી એકાદ બે કિસ્સામાં કાર્યવાહી હાથ ધરી હોવા છતાં વ્યાજંકવાદીઓને કાયદાનો ડર જ ન હોય તેવા એક કિસ્સામાં ચાર વ્યાજંકવાદીઓએ જામીન પડેલા એક આધેડ પાસે પઠાણી ઉઘરાણી કરી મારવા લઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા આધેડ ઝેરી દવા ગટગટાવી લેતા પાંચ ઈસમો સામે ગેરકાયદે નાણાં ધીરધાર અને એસ્ટ્રોસિટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ થયો છે જેમાં એક કારખાનેદાર પણ સામેલ હોય સમગ્ર બનાવ અંગેનો વિડીયો પણ પોલીસને રજૂ કરાયો છે. વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીના ચકચારી બનાવ અંગે માળીયા વનાળિયા વિસ્તારમાં ત્રણ મંદિર પાસે રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા જીતેન્દ્રભાઇ બળવંતભાઇ શેખવાએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગોપાલ ફાયનાન્સ વાળા ગભલાભાઇ, કેશુભાઇ ખાખરાળા વાળા, મેહુલભાઇ સો ઓરડી વાળા અને સંદીપભાઇ પટેલ વિનસલ કારખાના વાળા તેમજ વિડીયોમા દેખાતા માણસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વધુમાં ફરિયાદમાં જણાવાયું છે કે, ફરિયાદી જીતેન્દ્રભાઈના પિતા બળવંતભાઈએ આરોપી મેહુલ સો ઓરડી વાળા પાસેથી અન્ય લોકોએ વ્યાજે લીધેલા પૈસામાં જામીન પડયા હોય એ નાણાંની ઉઘરાણી કરી ગભલાભાઈ તથા કેશુભાઈ બળવંતભાઈને મારવા દોડતા હોય ઉપરાંત સંદીપભાઈ વિનલસ કારખાના વાળા મજૂરીના પૈસા ન આપતા હોય આ તમામ લોકોના ત્રાસથી કંટાળી જઈ બળવંતભાઈએ ઝેરી દવા પી લીધાનું ફરિયાદમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે વ્યાજંકવાદીઓના ત્રાસ અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાની ઘટનામાં ફરિયાદી દ્વારા પોલીસને પુરાવા રૂપે વિડીયો રેકોર્ડિંગ પણ રજૂ કરાયું છે. સમગ્ર બનાવ અંગે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ-૫૦૪, ૫૦૬, તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-એ), તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ ૨૦૧૧ની કલમ ૪૦ મુજબ ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..