મોરબી કંડલા બાયપાસ રોડ પર નેક્ષસ સીનેમાના અંદરના ભાગે મારામારીના બનાવમાં ચાર સામે ફરિયાદ મોરબી : મોરબી કંડલા બાયપાસ રોડ પર અમરેલી ગામ નજીક નેક્ષસ સીનેમાના અંદરના ભાગે આવેલ કેન્ટીનમાં મોટેથી દેકારો કરવાની ના પાડતા યુવાન ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચાર શખ્સોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઉતર પ્રદેશના વતની અને હાલ અમરેલી ગામની સીમમાં મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ નેક્ષસ સીનેમા સ્ટાફ કવાર્ટરમાં રહીને નોકરી કરતા રાહુલસિંગ તેજપ્રકાસસિંગ ઠાકોર (ઉ.વ-૩૧) એ આરોપીઓ હસમુખભાઇ ખીમજીભાઇ ચાવડા, વિમલ હરજીભાઇ ભુવા, તથા અન્ય બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૨ ના રોજ રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં અમરેલી ગામની સીમ મોરબી કંડલા બાયપાસ રોડ નેક્ષસ સીનેમાના અંદરના ભાગે આવેલ કેન્ટીનમાં ફરીયાદીએ આરોપીઓને મોટેથી દેકારો કરવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જેમફાવે તેમ ગાળો આપી ફરીયાદીને ઢીંકાપાટુનો માર મારતા ફરીયાદીને શરીર પર મુંઢ ઇજા થયેલ અને ફરીયાદીને બહાર નીકળશે ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની ફરિયાદ નોંધીને તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..