મોરબી: મોરબી જિલ્લાનાચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા મોરબી ખાખરાવાળી મેલડી માતાજીના મંદિરના પટાંગણ ખાતે સ્નેહમિલન તેમજ ચિંતન શિબિર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્નેહમિલન તેમજ ચિંતન શિબિર કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયા,મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમૃતલાલ ઠાકરાણી, દેવજીભાઈ ગણેશીયા, વાઘજીભાઈ ડાંગરોચા, ભરતભાઈ ઠાકરાની, જેન્તીભાઈ મંદ્રેસાણીયા, હળવદ તાલુકા પંચાયતના સભ્ય ભરતભાઈ ગણેશીયા, રમેશભાઈ ઝિંઝુવાડીયા, ચતુરભાઈ પાટડીયા, તુલસીભાઈ પાટડીયા, વકીલ ભરતભાઈ દેગામા,મહેશભાઈ પરમાર, હજનારી ગ્રામસરપંચ મહેશભાઈ પારેજીયા તમામ મહાનુભાવોનું ફુલહાર તેમજ સાલ ઓઢાડી આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સ્નેહમિલન સમારોહ સાથે ચિંતન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના કુરિવાજો તથા અંધશ્રદ્ધા દૂર થાય તેમજ શિક્ષણ ક્ષેત્રે સમાજ પ્રગતિ કરે તે માટે શિક્ષણ કુંભની રચના કરવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાખરાવાળી મેલડી માતાજીના ભુવા ભરતભાઈ સુરેલા તેમજ મોરબી જિલ્લાનાચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા, ભરતભાઈ પરમાર, યોગેશજી ઠાકોર, જયદીપ ઝિંઝુવાડીયા, મનુભાઈ ઉપસરીયા, જયંતીભાઈ ઘાટલીયા, ગોપાલભાઈ સીતાપરા, ભાણજીભાઈ ડાભી, ધનજીભાઈ શંખેશરીયા, સુરેશભાઈ શિરોઈયા તમામ આગેવાનોએ જહેમત ઊઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..