મોરબી : ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના વર્ગ-2ના 22 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરાઈ છે. જેમાં મોરબી ટીડીઓ પૃથ્વીરાજસિંહ અનિરૂધ્ધસિંહ ગોહિલની માણસા ટીડીઓ તરીકે અને હળવદ તાલુકા પંચાયતના ટીડીઓ કુ.જ્યોતિ નેમિદાસ પારેખને મદદનીશ સચિવ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.હાલ બન્ને જગ્યાઓ ઉપર અન્ય અધિકારીની નિમણુંક ન થતા બન્ને મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી પડી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..