મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી મળી આવેલા બાળકોના માતાપિતાને શોધી કાઢી નાના ની હાજરીમાં સોંપી અપાયા મોરબી : મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી બુધવારે રાત્રીના સમયે માતાપિતાથી વિખુટા પડેલા બે બાળકો મળી આવ્યા બાદ મોરબી ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા બાળકોના વાલી વારસની સઘન શોધખોળ હાથ ધરી નાના ની હાજરીમાં બન્ને બાળકોને માતાપિતાને સોંપી આપી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી બુધવારે રાત્રીના સમયે મૂળ ધોળા, રંઘોળા ચોકડી ઢસાના રહેવાસી નિતીન સુરેશભાઈ કોળી અને અનમોલ સુરેશભાઈ કોળી નામના બન્ને સગા ભાઈઓ નોધારા મળી આવતા મોરબી ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા બન્નેને કાળજી પૂર્વક સાચવી માતાપિતા અને અન્ય સગાવ્હાલાઓની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સઘન તપાસ બાદ બાળકોનાં વાલીની માહિતી મળી હતી અને ધોળા ભાવનગરનાં વતની માતાપિતાને મોરબી ખાતે બોલાવ્યા હતા સાથે તેમના નાના ને પણ મોરબી ઓફિસ ખાતે બોલાવી ચાઈલ્ડ વેલ્ફર કમિટી સમક્ષ રજૂ કરી બાળકોનાં દસ્તાવેજની ચકાસણી કરીને બાળકોને તેમના નાના ને સોંપ્યા હતા. આ કામગીરી બાળ સુરક્ષા એકમ મોરબી, મોરબી પોલીસ બી ડિવિજન નાં સહ્યારા સંકલનથી ચાઈલ્ડ લાઇન 1098 મોરબી ટીમનાં કો - ઓર્ડીનેટર રાજુભાઈ ચાવડા, નમીરા બ્લોચ, કિરણબા વાઘેલા, ભાવેશ ચૌહાણ,અંકિતા ચોહાણ, અને પ્રવીણભાઈ સહિતના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..