મોરબી જિલ્લાના NASના ડાયરેક્ટરે DRDA સાથે શાળાઓની મુલાકાત લીધી મોરબી : NASના મોરબી જિલ્લાના ડાયરેક્ટરે DRDA સાથે શાળાઓની મુલાકાત લીધી હતી. જેમાં બાળકોને NAS [ NATIONAL ACHIEVEMENT SURVEY ] અંગે સમજાવી માહિતી પુરી પાડવામાં આવી હતી. NASમાં મોરબી જિલ્લાના 94.68% ભાગ લીધો હતો. ધોરણ-3,5,8 અને 10 ના કુલ 5075 બાળકોએ ભાગ લીધો હતો. જેમાંથી 4805 બાળકોએ હાજરી આપી હતી . ધોરણ-3 માંથી 689 બાળકો સિલેક્ટ થયા હતા.જેમાંથી 672 બાળકો હાજર રહ્યા હતા. ધોરણ-5 માંથી 734 બાળકો સિલેક્ટ થયા હતા. જેમાંથી 702 બાળકોએ હાજરી આપી હતી. ધોરણ-8 માંથી 1379 બાળકો સિલેક્ટ થયા હતા. જેમાંથી 1252 બાળકો હાજર રહ્યા હતા. ધોરણ-10 માંથી 2273 બાળકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 2179 બાળકોએ હાજરી આપી હતી. આમ કુલ 5075 બાળકોએ ભાગ લીધેલ પરંતુ 4805 બાળકો NAS માં હાજરી પુરાવી હતી. આમ, મોરબી જિલ્લામાંથી 94.68% બાળકોએ ઉત્સાહથી NASમાં ભાગ લીધો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..