મોરબી : મોરબીમાં વોર્ડ નં. ચારમાં ભારતીય જનતા પાર્ટીનું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું. મોરબીમાં વોર્ડ નં. ચારમાં ભારતીય જનતા પાર્ટીના સ્નેહ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, મનસુખભાઈ મોહનભાઇ બરાસરા, ગીરીરાજસિંહ ઝાલા, મનીષાબેન સોલંકી તેમજ આ વોર્ડ નં. ચારના પ્રમુખ રમેશભાઇ ભરવાડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય મોરબી માળીયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઇ ઝારીયા, ભાવેશભાઇ કંઝારીયા, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, જ્યોતિસિંહ જાડેજા, રીષીપભાઇ કૈલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન સમારોહ પ્રસંગે પંકજભાઈ પ્રજાપતિ, લાલજીભાઈ રાતડીયા, લાલુભા ઝાલા, હષૅદભાઇ વામજા, કાન્તિલાલ કણસાગરા, મનસુખભાઈ મજેઠીયા, રાધવજીભાઇ વાધાણી, નાથાલાલ પૃજાપતિ, પ્રવીણભાઇ પ્રજાપતિ, જયવંતસિંહ જાડેજા, કે. જી. જાડેજા, હરીભાઈ રાતડીયા, મુધવાભાઈ, સવજીભાઈ અધારા, ભીખાભાઈ સોલંકી, ગોપાલ સોલંકી, રમેશભાઇ સોલંકી, વિક્રમભાઇ ભંખોડીયા, જનકસિંહ ઝાલા, ગૌતમભાઇ સોલંકી, નિલેશભાઈ સાગઠીયા ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમનું સંચાલન પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા દ્વારા કરવામાં આવેલ હતું. આભારવિધી રીષીપભાઇ કૈલા એ કરી હતી. સાથે તા. ૧૩ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી મોરબી પધારી રહ્યા છે ત્યારે આ વિસ્તારના લોકો વધારેમાં વધારે પ્રમાણમાં જોડાય તેવી વિનંતી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..