નાગર પ્લોટમાં આવેલ અંજલી એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે બનેલી ઘટના મોરબી : મોરબી શહેરના નાગરપ્લોટ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે ઘરઘંટીમાં શોર્ટ સર્કીટથી આગ લાગતા ફાયરબ્રિગેડ ટીમે દોડી જઈ તાત્કાલિક આગ બુઝાવી હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના નાગરપ્લોટ વિસ્તારમાં આવેલ અંજલી એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા અશોકભાઈ તન્નાના ઘરમાં ઘરઘંટીમાં શોર્ટ સર્કિટ થતા આગ લગતા તુરત જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ મોરબી ફાયર બ્રિગેડના મહાદેવજી ઠાકોર, અજીતભાઈ ડ્રાઈવર, ફાયરમેન ચિરાગ જોષી ,કિશન જોષી ઘટના સાથે દોડી ગયા હતા અને ત્વરિત આગ બુઝાવી મોટું નુકશાન થતા અટકાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..