હિમસન આર્ટિસ્ટ ફેડરેશન ગુજરાતના ઉપપ્રમુખની વરણી કરાઈ મોરબી : મોરબીમાં નારાયણ સેવા સંસ્થાન ઉદેપુર રાજસ્થાનના સૌજન્યથી અને હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા રંગભૂમિ અને ભવાઇ કલા કારોને એવોર્ડ સમારંભ યોજાઇ ગયો હતો. હિમસન આર્ટિસ્ટ ફેડરેશન ગુજરાતના ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામસિંહ એસ. ઝાલાને પસંદ કરેલ છે. મોરબીમાં નારાયણ સેવા સંસ્થાન ઉદેપુર - રાજસ્થાનના સૌજન્યથી અને હિમસન આર્ટીસ્ટ ફેડરેશન મોરબી દ્વારા રંગભૂમિ અને ભવાઇ કલાકારોનો એવોર્ડ સમારંભ બીજી નવેમ્બરના રોજ યોજવામાં આવેલ હતો. આ સમારંભમાં મોરબીના મામલતદાર ડી. જે. જાડેજા તેમજ યુવા વિકાસ અધિકારી હીરલબેન વ્યાસ તથા ગુજરાતી ફીલ્મના નિર્માતા દિગ્દર્શક અશોક પટેલ, સંગીતકાર મનોજ વિમલ, ડાયરેકટર નયન ભટ્ટ, દિગ્દર્શક અજીજ ઇબ્રાહીમ, ડી.ઓ.પી, સોહીલ ઠકકર, વિજયસિંહ જાડેજા, યંગ ઇન્ડીયા ગૃપના દેવેનભાઇ રબારી, બીલ્ડર અગ્રગણ્ય હંસરાજભાઇ ગામી, બ્રહ્મ સમાજના અગ્રણી મહેશભાઇ ભટ્ટ, ગીરધરભાઇ જોષી તથા મોરબીના અગ્રગણ્ય ઉદ્યોગપતિ ઉપસ્થીત રહી રંગભુમીના તથા ભવાઇ કલાકારોને શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી. નારાયણ સેવા સંસ્થાના મોરબી-રાજકોટના પ્રમુખ ઘનશ્યામસિંહ એસ. ઝાલા એ સંસ્થાનો પરીચય આપી નારાયણ સેવા સંસ્થાના કાર્યથી સૌને વાકેફ કર્યા અને મોરબીમાં રંગભૂમિને જીવંત રાખવા માટે અને કલા તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિને વેગવતી બનાવવા માટે મોરબીમાં એક અઘ્યતન હોલ બનાવવાનું બીડુ ઝડપેલ અને તન-મન ધનથી આ હોલ બનાવવાની ખાત્રી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સીપાલ હિતેષભાઇ મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ, સમીર સોની, સીધ્ધરાજ સોલંકી, પ્રતિકભાઇ મહેતા, કૌશલ જેન્તીલાલ, વિરલભાઇ મંડિર, વિવેકભાઇ તથા અન્ય કલાકારોએ મહેનત ઉપાડેલ હતી. આ સમારંભનું સંચાલન ડો. શૈલેષ રાવલે કરેલ હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..