વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ધાર્મિક પ્રસંગમાં બનેલી ઘટના વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ધાર્મિક પ્રસંગના જમણવારમાં પૂર્વ પ્રેમિકા અને પ્રેમીનો ભેટો થઈ જતા ભૂરાયા થયેલા પ્રેમીએ યુવતીને કામરપટ્ટા વડે બેફામ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ગઈકાલે ધાર્મિક કથાના આયોજનમાં જમણવાર યોજાયો હતો જે સમયે પાયલબેન રણછોડભાઈ રૂપાભાઈ સીંહોરાને જોઈ જતા તેણીનો પૂર્વ પ્રેમી શંકરભાઈ મનજીભાઈ ઈંદરપા ઉશ્કેરાયો હતો. વધુમાં પાયલની સગાઈ થઈ ગઈ હોવાથી પ્રેમી શંકર ભૂરાયો થયો હતો અને પાયલને જેમ ફાવે તેમ ગાળો આપતા પાયલે ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શંકરે કમરપટ્ટા વડે બેફામ માર મારતા પાયલને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પાયલની ફરિયાદને આધારે પોલીસે આરોપી શંકર વિરુદ્ધ કલમ-૩૨૩, ૨૯૪(ખ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..