અમદાવાદથી પોતાના ગામ આવેલા યુવાને સગીરા સાથે બંધ મકાનમાં મોત વહાલું કર્યું મોરબી : મોરબી તાલુકાના ચાંચાપર ગામે અમદાવાદથી દિવાળીના તહેવારમાં આવેલા યુવાને કૌટુંબિક સગા એવી સગીરા સાથે બંધ મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ચાંચાપર ગામે રહેતા અરજણભાઇ મંગાભાઇ ચૌહાણે પોલીસને ટેલિફોનિક જાણકારી આપી હતી કે, ગામમા લક્ષમણભાઇ મોતીભાઇ ચૌહાણના બંધ પડેલા મકાનમાં પાયલબેન તુલશીભાઇ ચૌહાણ ઉવ.આ.૧૪-૧૫ વર્ષ અને અમદાવાદ રહેતા અમુભાઇ ભોજાભાઇ ચૌહાણ ઉવ.૩૦ નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે અને વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જે.પી.વસીયાણી ચલાવી રહ્યા છે. પ્રાથમિક તપાસના બન્ને મૃતકો કૌટુંબિક સગા થતા હોવાનું અને અમદાવાદ રહેતો યુવાન કાળી ચૌદશના દિવસે પોતાના વતનમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..