મોરબી : ચાલુ વર્ષે પીપલ્સ પ્લાન કેમ્પેઈન અંતર્ગત ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન (GDP) તૈયાર કરવામાં આવી રહ્યો છે. સમગ્ર કામગીરી માટે સબંધિત વિભાગોને વિવિધ યોજનાઓમાં સમાવેશ કરીને ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ અંતર્ગત સર્વગ્રાહી પ્લાન બનાવવા આવશે. આ કામગીરી અંતર્ગત મોરબી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં આગામી તા. ૧૦-૧૧ થી ૧૦-૧૨ સુધી ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવનાર છે. આ ગ્રામસભાઓમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહી સંબંધિત વિભાગની યોજનાની ગ્રામસભામાં માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જણાવેલ તમામ કાયમી મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવશે. ગ્રામસભામાં રાજય સરકારની કોવિડ-૧૯ ની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..