વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ચોકડી પોલીસ ચોકી સામે જ બનેલો બનાવ મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ચોકડી પોલીસ ચોકી સામે ટ્રકની ઓવરટેક કરતી વેળાએ ડબલ સવારી બાઇકને ટ્રકે કાવો મારી હડફેટે લેતા એક યુવાનનું ટ્રકના વ્હીલ નીચે માથું આવી જતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ચોકડી પોલીસ ચોકી સામે સર્જાયેલ આ ગમખ્વાર અકસ્માત અંગે મોરબી સમાકાંઠે રહેતા દીપકુમાર રમેશભાઇ વાછાણીએ ટ્રક કન્ટેનર નંબર જીજે- ૧૨-બીવાય-૦૯૬૫ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તા.૦૮ના સાંજના સવા સાત વાગ્યાના અરસામાં બાઈક લઈને જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વધુમાં ઢુવા ચોકડી પોલીસ ચોકી સામે બાઈક ચાલક પાર્થ અરવિંદભાઇએ ટ્રકની સાઈડ કાપતા હતા ત્યારે ટ્રક ચાલકે અચાનક કાવો મારતા ટ્રકનું પાછલું ટાયર પાર્થ ઉપર ફરી વળતા પાર્થનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે દીપ કુમારની ફરિયાદના આધારે પોલીસે ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૦૪-અ તથા એમ.વી.એકટ ૧૭૭,૧૮૪ મુજબ ગુંન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..