મોરબીની આદર્શ સોસાયટીમાં બનેલો બનાવ મોરબી : મોરબીની આદર્શ સોસાયટીમાં વાહનની સાઈડ કાપવા મુદ્દે ત્રણ શખ્સોએ કોન્ટ્રાકટરને માર મારી હાથ અને પગ ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોરબી સિટી બો ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મૂળ બિહાર અને હાલમાં વેજીટેબલ રોડ, લાભનગર ખાતે રહેતા મનિષરંજનકુમાર રમેશપ્રસાદ સાહીને જયદીપ દરબાર, કુલદીપ દરબાર અનેલાલભાઇ દરબાર નામના શખ્સોએ વાહન ઓવરેટેક કરવાનો ખાર રાખી લાકડી વડે માર મારી હાથમાં તેમજ પગમાં ફ્રેક્ચર કરી નાખતા ત્રણેય વિરુદ્ધ મનિષરંજનકુમાર રમેશપ્રસાદ સાહીને ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ-૩૨૩,૩૨૫,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યાવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..