મોરબી : બેંકને કરોડો રૂપિયાની લોન દેવામાં વાંધો નથી પરન્તુ ગરીબ અને નાના ધંધાર્થીઓને ઉદ્યોગ વિભાગ લોન મંજુર કરે છે તે પચાસ હજારથી બે ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં ઠાગાઠેયા કરે છે. મોટી લોન લઇને ભલે ભાગી જાય પણ નાના માણસોને ધંધાની લોન આપવી નથી, આવા લાભાર્થીઓની દિવાળી બગડી ગઇ છે. ઓછી રકમની લોન બાબતે સ્થાનિક તપાસ કરવાનો બેંક અધિકારી પાસે સમય નથી, મોરબી જીલ્લામાં આવા કેટલાય લાભાર્થીઓને લોન આપી નથી. આ બાબતે આર.બી.આઇ.માં મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સરકાર લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગ ખાતા તરફથી લાભાર્થીની સંપુર્ણ ચકાસણી કરીને જે તે બેંકને ભલામણ કરે છે. જેથી, બેરોજગારીની યાદીમાંથી લાભાર્થીનું નામ નીકળી જાય છે. પરંતુ જાણવા મળેલ છે કે મોરબીની બેંકો આવા નાના ઉદ્યોગ માટે માંગેલી લોનની અરજી પર ધ્યાન અપાતું નથી. બેંકને કરોડો રૂપિયાની લોન દેવામાં રસ છે શા માટે રસ છે, તે ભગવાન જાણે પણ જેના કાગળો સાચા છે અને ઉદ્યોગ શાખાએ પ્રમાણિત કરેલ છે અને નાની રકમથી ધંધો કરવો છે એને લોન આપવા માટે બેંકના તપાસ અધિકારીને ફુરસદ નથી. લાભાર્થીઓ બેંકના ધકકા ખાય છે ધનતેરસના ધંધાના મુર્હુત હતુ, તેવા નાના લાભાર્થીઓની બેંકે દિવાળી બગાડી નાખી છે. કરોડોની લોન લેનાર માટે જાણવા મળ્યુ છે કે તેને ઓફીસમાં બેસીને નાસ્તા કરાવે છે. અને નાના લાભાર્થીઓને ધકકા ખવડાવે છે. આ અંગે નાના ધંધાર્થીઓની કેટલાની લોનો મંજુર નથી કરી, એની તપાસ કરવાની આર.બી.આઇ. અને ઉચ્ચકક્ષાએ તપાસ કરવાની રજુઆત મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..