મોરબી : મોરબીના ઉદ્યોગપતિની ઊંઝા મંદિરની 1001 મંદિર યોજનાના ચેરમેન પદે નિમણુંક કરવામાં આવી છે. ઊંઝા ખાતે આવેલ પાટીદારોની આસ્થાનું કેન્દ્ર ઉમિયા માતા મંદિર દ્વારા મિશન 2030 - 1001 મંદિર યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના મુજબ સમાજના લોકો સંગઠિત થાય અને સમાજના કલ્યાણ અર્થે વર્ષ 2030 સુધીમાં માતાજીના 1001 મંદિર બનાવવામાં આવશે. આ યોજનાના ચેરમેન પદે મોરબીના સન હાર્ટ ગ્રુપ તથા વરમોરા ગૃપના સ્થાપક ગોવિંદભાઇ વરમોરાની નિમણુંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ યોજનાના સંદર્ભમાં ઉદ્યોગપતિ ગોવિંદભાઇ વરમોરાની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના લાલપુર અને ચિત્રોડી ગામ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ રીતે યોજના અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..