હળવદ : હળવદમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા આજે સોમવારે મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. 8ના રોજ સોમવારે સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પ રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ તથા ગાયત્રી પરિવાર હળવદના સહયોગથી રામાનંદી સમાજ સેવા ટ્રસ્ટની વાડી, ડી. વી. પરખાણી સ્કૂલની સામેની ગલી, દંતેશ્વર દરવાજા બહાર, હળવદ ખાતે સવારે 9-30થી બપોરે 12-30 સુધી યોજાશે. આ સદ્ગુરૂ નેત્રયજ્ઞમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલના નિષ્ણાંત ર્ડાક્ટરો તથા સ્ટાફ પોતાના યોગદાન આપશે. સદ્ગુરૂ નેત્રયજ્ઞમાં આંખાના રોગોનું નિદાન કરી, જરૂરીયાતવાળા મોતીયાના દર્દીને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઇ જઇ, અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું ઓપરેશન કરી આપવામાં આવશે. તથા સારામાં સારા નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપા આપવામાં આવશે. ઓપરેશન થયા બાદ કેમ્પના સ્થળે પરત લવાશે. આ કેમ્પમાં ચશ્માના નંબર કેમ્પમાં કાઢી આપવામાં આવતા નથી. દરેક દર્દીઓએ ફરજીયાત માથુ ધોઈને, સ્વચ્છ કપડા પહેરીને, એક જોડી કપડા સાથે રાખીને આવવાનું રહેશે. દરેક દર્દીઓએ ફરજીયાત પોતાના અથવા આજુબાજુના ફોન નંબર, મોબાઇલ નંબર સાથે રાખવાના રહેશે. ઓપરેશન થયા બાદ બીજા દિવસે રજા આપવામાં આવશે તેવી જાણ કરીને આવવાનું રહેશે. દરેક દર્દીએ આધાર કાર્ડ, લાવવું ફરજીયાત છે. કેમ્પમાં નામ નોંધાવવા માટે તપનભાઈ દવે મો. 97273 66100નો સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..