રસ્તા ઉપર બેફામ દોડતા વાહનો સ્પીડ ગનના રડારમાં આવશે : ખિસ્સા કાતરું, ગઠિયા પણ કેમેરે કેદ થઈ જશે મોરબી : મોરબી શહેર - જિલ્લામાં બેફામ બની ઓવર સ્પીડે ચાલતા વાહનો હવે આસાનીથી પોલીસની ઝપટે ચડશે. રાજ્ય સરકાર દ્વારા મોરબી પોલીસને આધુનિક ઇન્ટર સેપ્ટર વાન ફાળવવામાં આવી છે. જે શહેર જિલ્લામાં અને ખાસ કરીને હાઇવે ઉપર નજર રાખશે. મોરબી જિલ્લામાં બેફામ ગતિએ દોડતા વાહનોથી અકસ્માતની ઘટનાઓ રોજિંદી બની છે ત્યારે સરકાર દ્વારા મોરબી જિલ્લા પોલીસને સ્પીડ ગન, હાઇફાઈ કેમેરા, કોમ્પ્યુટર સહિતના આધુનિક ઉપકરણોથી સજ્જ ઇન્ટર સેપ્ટર વાન ફાળવવામાં આવી છે. આ વાન મોરબી શહેર ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓ અને હાઇવે ઉપર બાજ નજર રાખશે. મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા ઇન્ટર સેપ્ટર વાન માટે એક એએસઆઈ, બે જમાદાર અને એક ઓપરેટરનો સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે અને સ્ટાફની તાલીમ પૂર્ણ થતાં ઇન્ટર સેપ્ટર વાન ટીમને મેદાન ઉપર પણ ઉતારી દેવામાં આવી છે. નોંધનીય છે કે, સ્પીડ ગન અને આધુનિક કેમેરાથી સજ્જ ઇન્ટર સેપ્ટર વાન 500 મીટર દૂરથી આવતા વાહનની ગતિ માપી ઓવરસ્પીડ જણાયે સ્થળ ઉપર જ દંડ ફટકારશે. ઉપરાંત આધુનિક હાઈ રિઝોલ્યુશન કેમેરા વડે ભીડભાડ વાળી જગ્યાઓ ઉપર ખિસ્સા કાતરુંઓ ઉપર પણ નજર રાખી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..