મોરબી નવલખી રોડ ઉપર ટ્રેન હડફેટે યુવાનનું મોત મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર ઝૂંપડામાં રહેતો યુવાન ગઈકાલે પાટા ઓળંગી બીડી લઈને પરત ફરતી વેળાએ ટ્રેન હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી નવલખી રોડ ઉપર યોગી ચેમ્બર સામે ઝુપડામાં રહેતા મૂળ રાણપુર બોટાદના ગોવિંદભાઇ હમીરભાઇ રાઠોડ ઉ.વ.૩૫ નામનો યુવાન પોતાના ઝુપડેથી પાટા ટ્રેનના ક્રોસ કરી બીડી લેવા ગયા બાદ પરત આવતી વખતે ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા હમીરભાઇ આનંદભાઇ રાઠોડે પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.