મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં બનેલી ઘટના મોરબી : મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં બેસતા વર્ષના શુભ દિવસે પિતાના ઘર પાસે ચાલીને જઈ રહેલ યુવાન પડી જતા યમરાજનો ભેટો થઈ ગયો હતો. યુવાનના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બેસતા વર્ષના દિવસે સાંજના સમયે માળીયા વનાળિયા સોસાયટીમાં રામાપીરના ઢોરા પાસે રહેતા જયંતિભાઇ જીવાભાઇ અંબાલીયા ઉ.વ.૪૦ પોતાના પિતાના ઘર પાસે ચાલતા - ચાલતા પડી જતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા યુવાનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટના અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.