મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક આવેલી ફેકટરીમાં પરિણીતાને દોઢેક મહિના પહેલા સાપ કરડી જવાથી માનસિક બીમાર રહેતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. મોરબીના લક્ષ્મીનગર નજીક આવેલ મેક માઇક્રોન કંપનીમાં રહેતી કવિતાબેન બનેસંગભાઇ વર્મા ઉ. ૨૭ નામની મહિલાને કંપનીમાં દોઢેક માસ પહેલા સાપ કરડી જવાની સાથે માનસિક બીમાર રહેતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નિપજવા અંગે નોંધ કરી વિશેષ તપાસ શરૂ કરી છે.