ઇકો કારમાં વિદેશી દારૂના ચપલા ભરીને નીકળેલો રાજકોટ પારડીનો કેવલ ઝડપાયો

- text


 

વાંકાનેર પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઇકો કાર સહિત 1,63,500નો મુદ્દામાલ કબ્જે કર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બાઉન્ડ્રી નજીકથી રાજકોટના પારડી ગામના કેવલ નામના શખ્સને ઇકો કારમાં વિદેશી દારૂના ચપલા લઈને નીકળતા ઝડપી લઈ રૂ.1,63,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચમાં હતી ત્યારે રાજકોટના પારડી ગામનો કેવલભાઇ ભીખાભાઇ પરમાર પોતાની ઇકો કારમાં શંકાસ્પદ રીતે નીકળતા પોલીસે અટકાવી તલાશી લેતા ઇકો કારમાંથી વિદેશી દારૂના ચપલા મળી આવ્યા હતા.

- text

વધુમાં પોલીસે ઇકો કારમાંથી રોટલ સ્ટગ કલાસીક વ્હિસ્કીના ચપલા નંગ 47 કી.રૂ.4700 તથા સીંગનેચર પ્રીમીયમ વ્હિસ્કી ચપલા નંગ 44 કી.રૂ.8800 તેમજ 1.50 લાખની ઇકો કાર મળી કુલ રૂપીયા 1,63,500નો મુદામાલ કબ્જે કરી આરોપી કેવલ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ કલમ.૬૫(એ)(ઇ),૧૧૬(બી),૯૮(૨) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text