હળવદનો અમિત એક બોટલ સાથે અને મોરબીનો હુમાયુ બે બોટલ દારૂ સાથે ઝડપાયો

- text


 

મોરબી : મોરબી પોલીસે દિવાળીના દિવસે દારૂ જુગારની બદી ડામવા કાર્યવાહી સતત ચાલુ રાખતા હળવદના ઈંગોરાળા ગામે અમીત અને મોરબીમાં હુમાયુ નામના શખ્સો વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાઈ ગયા હતા.

- text

હળવદ પોલીસે ઈંગોરાળા ગામે અમિત આશારામભાઇ રાવલના ઘરે દરોડો પાડી વિદેશી દારૂની એક બોટલ કબ્જે કરી હતી. એ જ રીતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મતવા ચોકમાં દરોડો પાડી મૂળ જામનગરના અને હાલ મોરબી મતવા ચોકમાં રહેતા હુમાયુશા જમાલશા શાહમદારને બે બોટલ દારૂ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text