ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર મીતાણા નજીક ડિવાઈડર ક્રોસ કરી રોંગ સાઈડમાં આવતા એક્ટિવા ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જતાં બે વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો મુજબ મૂળ ટંકારાના ગજડી ગામના અને હાલ રાજકોટ રામપીર ચોકડી નજીક રહેતા જીગ્નેશભાઇ ભીખાભાઇ પરમારએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના બનેવી રાજેશભાઇ ચાવડા તથા તેમના ભાણેજ શ્રીશાંત ચાવડા ગજડીથી રાજકોટ જતા હતા ત્યારે એક્ટિવ નંબર જી-જે-૦૩ એમ.સી ૫૬૫૬ના ચાલકે મિતાણા નજીક ડિવાઈડર ક્રોસ કરી રોંગ સાઈડમાં આવી અકસ્માત સર્જતાં બન્નેને ઇજાઓ પહોંચતા અમદાવાદ સારવારમાં ખસેડયા હતા. વધુમાં ફરિયાદી સારવારમાં રોકાયેલ હોય ગત તા.26ના રોજ અકસ્માત સર્જાયા બાદ ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે એક્ટિવા ચાલક વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૨૭૯, ૩૩૭,૩૩૮ એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી એક્ટિવા ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.