એક્સેસમાં બિયરના ડબલા લઈને નીકળેલા યુવાને પોલીસને જોઈ મુઠ્ઠીઓ વાળી

- text


 

માળીયા ફાટક ચેક પોસ્ટ એક્સેસ રેઢું મૂકી નાસી છૂટેલા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

મોરબી : મોરબી માળીયા ફાટક નજીક બી ડિવિઝન પોલીસે ચેકપોસ્ટ નજીક વાહન ચેકીંગ દરમિયાન એક શખ્સ સુઝુકી એક્સેસ મોટર સાયકલ રેઢું મૂકી નાસી છૂટતા પોલીસ એક્સેસ ચેક કરતા બિયરના ત્રણ ડબલા મળી આવ્યા હતા. ઘટના અંગે ગુન્હો દાખલ કરાયો છે.

- text

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ માળીયા ફાટકે તહેવારને અનુલક્ષીને વાહન ચેકીંગ કરતી હતી ત્યારે સુઝુકી એક્સેસ મો.સા રજી નં GJ 36 AD 0501નો ચાલક નાસી જતા એક્સેસની ડેકી ચેક કરતા અંદરથી હૈવર્ડ્સ 5000 બીટરના ત્રણ ડબલા મળી આવ્યા હતા.

આ મામલે પોલીસે એક્સેસ નંબરના આધારે ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી નંબરને આધારે એક્સેસ સહિતનો 20,300નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

- text