મોરબી : મોરબીની મધ્ય આવેલું આશરે 300 વર્ષથી પણ પુરાણું રામ મહેલ મંદિર જ્યાં રામ, લક્ષ્મણ, સીતા, ભરત, શત્રુધન બિરાજે છે. જે રામ પંચાયત તરીકે ઓળખાય છે. સમગ્ર ભારતમાં આ દુર્લભ એવું રામ મંદિર છે.જ્યાં રામ પંચાયત હોય. આ રામ મહેલ મંદિરને તાજેતરમાં જીર્ણોધાર કાર્ય બાદ આજે દિવાળીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને રામ મહેલ મંદિરને રોશનીનો અદભુત શણગાર કરાયો છે. જ્યારે આજે નૂતન વર્ષ નિમિતે આ મંદિરેમાં મહાઆરતી અને અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..