10થી વધુ લોકોને ઘાયલ કરનાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ મોરબી : મોરબી નવલખી રોડ ઉપર રોકડીયા હનુમાનજી મંદિર નજીક બે દિવસ પૂર્વે ડમ્પર ચાલકે રોંગ સાઈડમાં આવી ટ્રેક્ટરને ઠોકર મારી પલટી ખવડાવી દેતા આ ઘટનામાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક યુવાનનું મોત નિપજતા મૃતકના પિતાએ અકસ્માત સર્જી નાસી છૂટેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી નવલખી રોડ ઉપર રોકડીયા હનુમાનજી મંદિર નજીક ગત તા.2ના રોજ સાંજના સમયે ડમ્પર નંબર GJ-36-T-9622ના ચાલકે રોંગ સાઈડમાં ડમ્પર ચાલવી વાડીએથી આવી રહેલા ખેડૂતના ટ્રેક્ટરને હડફેટે લઈ પલટી ખવડાવી દેતા ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા શ્રમિકનો ઇજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવમાં કંડલા બાયપાસ ઉપર ભગવતી હોલ નજીક રહેતા મનસુખભાઈ પરબતભાઈ કંઝારિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર નંબર -GJ-36-T-9622ના ચાલક સકરીયાભાઈ અનુભાઈ કટારા, ઉવ.૩૧ રહે. મરક્યુના કોલ ડેલાની ઓરડીમાં પીપળીયા ચારરસ્તા વાળા વિરુદ્ધ અકસ્માત સર્જી તેમના પુત્ર વિજયનું મૃત્યુ નિપજવા તેમજ તેમના અન્ય સગા અને શ્રમિકોને ઇજા પહોંચાડવા બદલ ગુન્હો નોંધાવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે મનસુખભાઇની ફરિયાદના આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા MV ACT કલમ-૧૧૯,૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી ડમ્પર ચાલકને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..