મોરબી : મોરબીમાં જય અંબે ગ્રુપના સભ્ય ગોવિંદભાઈ ઘોડાસરાના પુત્ર આર્યનના જન્મદિન નિમિતે જય અંબે સેવા ગ્રૂપ દ્વારા જરૂરિયાતમંદોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીમાં જય અંબે ગ્રુપના સભ્ય ગોવિંદભાઈ ઘોડાસરાના પુત્ર આર્યનના જન્મદિન નિમિતે જય અંબે સેવા ગ્રૂપ દ્વારા મોરબીના જુદા જુદા વિસ્તારોમા અનેક ઘરોમા જઈને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામા આવ્યું હતું. દિવાળીના પાવન અવસર પર મોરબીના ઘણા વિસ્તારો એવા પણ હોય છે કે જેઓ દિવાળીના તહેવારના સવલતોથી વંચિત હોય છે ત્યારે તેઓના પરિવાર સાથે મીઠાઈ વિતરણ કરીને દિવાળીના પાવન પર્વ મનાવાનો અવસર પ્રાપ્ત થયો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..