લીલાપરના ઝાંપા નજીક જાહેરમાં જુગાર રમતા તાલુકા પોલીસની કાર્યવાહી મોરબી : મોરબીના લીલાપર ગામના ઝાંપા પાસે ઓટલા ઉપર બેસી રંગોળી કરવાને બદલે તીનપતીના પાનાઓમાં રંગ ભરતી ત્રણ મહિલાઓને તાલુકા પોલીસે રૂપિયા 2540 રોકડા સાથે ઝડપી લીધી હતી. મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લીલાપર ગામના ઝાંપા નજીક જાહેરમાં ઓટલા ઉપર જુગાર રમી રહેલ વસંતબેન મગનભાઇ આત્રેશા, વિજ્યાબેન ઉર્ફ વીજુબેન ધીરૂભાઇ બાબરીયા અને જાગ્રૃતીબેન આનંદભાઇ આત્રેશાને રોકડા રૂપિયા 2540 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..