મોરબી : મોરબી તાલુકાના રામનગર (ખા.) ગામમાં આગામી તા:-06/11/2021 ભાઈબીજના દિવસે ઐતિહાસિક નાટક અને કોમિક ભજવાશે. રામનગર ગામે રામજી મંદિર ચોકમાં તા. 06 ને શનિવારે રાત્રે 9:30 કલાકે ઐતિહાસિક નાટક 'સતી રાણક દેવી' યાને કે 'રા'ખેંગાર' તથા પેટ પકડીને હસાવતું કોમિક 'જીવણ શેઠની જાન' રજુ કરવામાં આવશે. નાટકનો લાભ લેવા રામનગર ગામ દ્વારા જાહેર આમંત્રણ પાઠવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..