રાજ્ય સરકારે પેટ્રોલ-ડિઝલ ઉપરના વેટમાં રૂ. 7નો ઘટાડો કર્યો મોરબી : દેશની જનતાને દિવાળીની પૂર્વ સંધ્યાએ મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે દિવાળીના આગલા દિવસે જ પેટ્રોલમાં પ્રતિ લિટરે 5 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લિટરે 10 રૂપિયા એક્સાઈસ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ રાજ્ય સરકારે પણ વેટમાં રાહત જાહેર કરતા હવે પેટ્રોલ રૂ. 12 અને ડીઝલ રૂ. 17 સસ્તું થશે. કેંદ્ર સરકાર દ્વારા પેટ્રોલમાં રૂ. 5ની અને ડિઝલમાં રૂ. 10ની એકસાઇઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ રાજ્ય સરકારે પણ પેટ્રોલ પર વેટનો દર ઘટાડીને 13.7 રૂપિયા અને ડીઝલ પર વેટનો દર ઘટાડીને 14.9 રૂપિયા કર્યો હતો. આમ રાજ્યમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 12, તો ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 17 રૂપિયાનો ઘડાટો થયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..