મોરબી : મોરબીમાં રોટરી ક્લબ દ્વારા જૂના કપડા એકઠા કરી જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ મોરબી એ ગત તારીખ ૦૨ નવેમ્બરના રોજ ૩૦૦૦ થી વધુ જૂના કપડા મોરબીના અલગ અલગ વિસ્તારના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડયા હતા. આ સેવાના પ્રોજેક્ટના ચેરમેન પારસભાઈ મહેતા હતા. આ પ્રોજેક્ટમાં અમિતભાઈ પટેલ, હુઝૈફાભાઈ લાકડાવાલા, બંશીબેન શેઠ, રશીદાબેન લાકડાવાલા, હરીશભાઈ શેઠ, મનુભાઈ પટેલ, રવિનભાઈ આશર, અશોકભાઈ મહેતા, રાજવીરસિંહ સરવૈયા તથા કિશોરસિંહ જાડેજા, સિદ્ધાર્થ ભાઈ જોશી તથા અન્ય ઇન્ટરેક્ટ ક્લબના મેમ્બર્સ દ્વારા ખૂબ મહેનત હાથ ધરવામાં આવી હતી. રોટરી ક્લબ મોરબી એ મોરબીવાસીનો આભાર માન્યો છે કે જેમને પોતાના જૂના કપડાનું દાન કરી અને કોઈ જરૂરીયાતમંદના તહેવારને આનંદમય બનાવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..