મોરબીના માળીયા વનાળિયા વિસ્તારનો બનાવ મોરબી : મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમાં રહેતા આધેડની દીકરી સાથે પ્રેમલગ્ન કરનાર યુવકના પરિજનો દ્વારા યુવતીના પિતાને લાકડી ફટકારી ઢીકા પાટુનો માર મારતા આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા વનાળિયા વિસ્તારમાં નિશાળ સામે રહેતા મોહનભાઇ હીરાભાઇ ચાવડાની દીકરીએ પ્રેમલગ્ન કર્યા હોય જે અંગે બોલાચાલી કરી આરોપી ભલાભાઇ બચુભાઇ ચાવડા, રેખાબેન ભલાભાઇ બચુભાઇ ચાવડા અને હમીરભાઇ બચુભાઇ ચાવડાએ ગઈકાલે સાંજે છએક વાગ્યાના અરસામાં બોલાચાલી કરી મોહનભાઇને લાકડી ફટકારી માથું ફોડી નાખી ઢીકા પાટુનો માર મારતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે બી ડિવિઝન પોલીસે મોહનભાઈની ફરિયાદના આધારે આઇ.પી.સી ક-૩૨૩,૩૨૪,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ ક-૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપી ભલાભાઇ બચુભાઇ ચાવડા અને હમીરભાઇ બચુભાઇ ચાવડાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..