મોરબી : મોરબીમાં દિવાળીના તહેવારોમાં ગરીબ બાળકો પણ ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરીને નિજાનંદ મેળવી શકે તે માટે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા ગરીબ બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બાળકોને ફટાકડા આપી દિવાળીની ખુશીઓની ભેટ આપી હતી. દિવાળીના તહેવારોમાં ખાસ કરીને બાળકોમાં ફટાકડા ફોડવાનું મહત્વ વધુ હોય છે. નાના બાળકો ફટાકડા ફોડીને નિજાનંદ મેળવતા હોય છે. પણ ગરીબ બાળકો આવા ફટકડાથી વંચિત રહી જાય છે. આથી મોરબી શહેર યુવા ભાજપ દ્વારા દીવાળીના પર્વ નિમિત્તે શહેરના અલગ અલગ વિસ્તારોમા ગરીબ પરિવારોના નાના બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, શહેર ભાજપ, જિલ્લા યુવા ભાજપ અને શહેર યુવા ભાજપના સમગ્ર હોદેદારો હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..