મોરબી : વીરતા વેલફેર ટ્રસ્ટ આયોજિત ફોજી વંદના કાર્યક્રમમાં ક્રાંતિકારી સેના દ્વારા ભારત-પાકિસ્તાન ઝીરો બોર્ડર પર BSFના જવાનો સાથે મીઠાઈ આપી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. વીરતા વેલફેર ટ્રસ્ટ આયોજિત ફોજી વંદના કાર્યક્રમમાં ક્રાંતિકારી સેના દ્વારા ભારત-પાકિસ્તાન ઝીરો બોર્ડર પર BSF ના જવાનો સાથે મીઠાઈ આપી દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્ય સુરતના પિન્ટુલ કાકડીયાભાઈ છેલ્લા 5 વર્ષથી કરે છે અને ભારત દેશની તમામ ઝીરો બોડર પર દર વર્ષે દિવાળીના પર્વે હજારો કિલ્લો મીઠાઈ જવાનોને આપે છે. મીઠાઈ આપવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે BSF ના જવાનોને પરિવાર પ્રેમ મળે, એકલું ના લાગે અને દેશના લોકો તેમની નજીક છે તેનો ખ્યાલ આવે. આ કાર્ય માટે જ્યારે ક્રાંતિકારી સેનાને ગુજરાતની કચ્છ પરની બોર્ડર પર મીઠાઈ વિતરણની જવાબદારી આપી હતી અને ઝીરો બોર્ડર પર જવાનો મોકો મળ્યો હતો અને ક્રાંતિકારી સેનાએ BSF શું છે તે નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે. તેઓ સવારે પહેલા BSF Water Wing Bhuj - Nakki Nala બોર્ડર ગયા હતા. ત્યાંના જવાનોએ સ્વાગત કર્યું અને ખૂબ સરસ જમવાનું બનાવી આપ્યું હતું. ત્યાંથી Harami Nala બોર્ડર પર ગયા અને ત્યાંની તમામ ચોકી પર મીઠાઈ આપીને ત્યાંના જવાનો સાથે વાતચીત કરી મજા માણી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..