બાન લેબ્સ વાળા મૌલેશભાઇ ઉકાણીના સુપુત્ર ચિ. જય અને મોરબીના આજવીટો ટાઈલ્સવાળા અરવિંદભાઈની સુપુત્રી ચિ.હિમાંશી હોટેલ ઉમેદ પેલેસમાં પ્રભુતામાં પગલાં પાડશે રાજકોટથી ત્રણ ચાર્ટર પ્લેનમાં જોધપુર જાન જશે : ઐશ્વર્યા મજમુદાર અને સચિન - જીગર સહિતના કલાકારો લગ્ન સમારોહને ચાર ચાંદ લગાવશે મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અરવિંદભાઈ પટેલની સુપુત્રીના શુભલગ્ન આગામી તા.14,15,16ના રોજ રાજકોટના બાન લેબ્સવાળા મૌલેશભાઇ ઉકાણીના સુપુત્ર સાથે નિર્ધારવામાં આવ્યા છે. ભવ્યાતિ ભવ્ય માહોલમાં જોધપુર રાજસ્થાનની ઉમેદ પેલેસ હોટેલમાં આ લગ્ન સમારોહ યોજવામાં આવ્યો છે જેમાં ત્રણ ચાર્ટર પ્લેનમાં રાજકોટથી જાન જશે અને ઐશ્વર્યા મજમુદાર અને સચિન - જીગર સહિતના કલાકારો લગ્ન સમારોહને ચાર ચાંદ લગાવશે. લગ્ન સમારોહ માટે બે હોટેલ આખી બુક કરાવી લેવામાં આવી છે અને મહમાનો માટે બત્રીસ જાતના ભોજનોની રૂપિયા 18 હજારની થાળી રાખવામાં આવી છે. આગામી તા.૧૪-૧૫-૧૬ નવેમ્બરના રોજ મોરબીના આજવીટો ટાઇલ્સ ગ્રુપના અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની સુપુત્રી ચિ. હિમાંશીના શુભલગ્ન રાજકોટ બાનલેબ્સ ગ્રુપના મૌલેશભાઇ ઉકાણી અને સોનલબેન પટેલના સુપુત્ર ચિ. જય સાથે નિર્ધારવામાં આવ્યા છે. આ જાજરમાન લગ્નોત્સવ જોધપુરની ઉમેદ પેલેસ હોટલ ખાતે યોજાવામાં આવ્યા હોવાનું રાજકોટ સાંધ્ય દૈનિક અકિલાના અહેવાલમાં જણાવાયું છે. આ ભવ્ય લગ્નોત્સવ માટે ઉમેદ ભવન પેલેસ હોટલ અને અજીત ભવન પેલેસ હોટલ આખે આખી બુક કરાવવામાં આવી છે અને ૩ ચાર્ટર વિમાનો દ્વારા જાન જોધપુર પહોંચશે જ્યાં ઐશ્વર્યા મજમુદાર અને સચિન - જીગર સહિતના કલાકારો પર્ફોર્મન્સ રજૂ કરી સમારોહને ચાર ચાંદ લગાડશે. ભવ્યાતિભવ્ય માહોલમાં યોજાનારા આ લગ્ન સમારોહમાં ત્રણ દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે. જેમાં તા. ૧૪મી નવેમ્બરે મહેંદી રસમ, ભગવાન દ્વારકાધીશજીની આરતી યોજાશે. તેમજ રાત્રીના સમયે જાણીતા કલાકાર ઐશ્વર્યા મજમુદાર પર્ફોર્મન્સ આપનાર છે. જયારે ૧૫મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રીના બોલીવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સચિન જીગર સહિતના કલાકારો ધૂમ મચાવશે. જયારે ૧૬મીએ જાજરમાન લગ્ન યોજાશે. જોધપુરની ઉમેદભવન પેલેસને ભારતની સૌથી મોંઘી માંહેની એક હોટેલ ગણવામાં આવે છે. અહીં ૫૦ હજાર રૂપિયા પ્રતિ રાતથી નીચે રૂમ મળવો મુશ્કેલ છે. કેટલીક કેટેગરીનાં રૂમનું ભાડું બે-ત્રણ લાખ છે. તો અહીંનાં હનીમૂન સ્યૂટનું ભાડું સાડા સાત લાખ પ્રતિ નાઈટ છે.ઉમેદભવન પેલેસમાં લંચ કે ડિનર લેવું મોંઘુદાટ છે. આ લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે તેનો ચાર્જ ૧૮ હજાર રૂપિયા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..