એલસીબી ટીમે ઇકો કાર કબ્જે કરી બે અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોરબી : મોરબી એલસીબી ટીમે વાંકાનેર - મોરબી હાઇવે ઉપરથી 300 લીટર દેશીદારૂ ભરેલી ઇકો કાર ઝડપી લીધી હતી. જો કે પોલીસને જોઈ કાર ચાલક અને અન્ય એક અજાણ્યો ઈસમ નાસી છૂટતા એલસીબી ટીમે બી ડિવિઝન પોલીસ મથકમાં બે વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે. મોરબી વાંકાનેર હાઇવે ઉપર એલસીબી ટીમે બાતમીને આધારે વોચ ગોઠવી નિર્મળ જયોતી પેટ્રોલપંપ સામેથી 300 લીટર દેશીદારૂ ભરેલી ઇકો કાર ઝડપી લીધી હતી. આ સમયે પોલીસને જોઈ ઇકો કાર ચાલક અને તેની સાથેનો અજાણ્યો વ્યક્તિ નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે એલસીબી ટીમના વિક્રમભાઇ લાભુભાઇ કુંગસીયાએ મારૂતી ઇકો ગાડી નંબર GJ-36-B-6746ના ચાલક તથા તેની સાથેનો અજાણ્યો માણસ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ઇકો કાર કબ્જે લેતા બન્ને વિરુદ્ધ પ્રિહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..