સરપંચ કચરાના ગંજ સામે ઉદાસીનતા દાખવતા હોવાની કલેકટરને ફરિયાદ મોરબી : મોરબી નજીક આવેલા વિરપર ગામે કચરાના ગંજ ખડકાય છે. આ મામલે ગામના જાગૃત નાગરિકે કલેકટરને રજુઆત કરી જો કચરાના ગંજ નહિ ઉઠાવામાં આવે તો એ કચરાના ગંજને સરપંચના ઘર પાસે ઠલવાશે તેવી ચીમકી આપી છે. વિરપર ગામના જાગૃત નાગરિક મુંદડિયા સાવનભાઈ નરેન્દ્રભાઈએ કલેકટરને રજુઆત કરી હતી કે, વિરપર ગામે રહેણાક વિસ્તારમાં કચરાના ઢગલા ખડકાય છે. પવનને કારણે એ કચરો શેરી તથા ઘરમાં આવે છે. આથી આ કચરો ઉપાડવા માટે તેઓ છેલ્લા દસ દિવસથી સરપંચને રજુઆત કરે છે. પણ સરપંચ જેસીબી મળે એટલે કચરો ઉઠાવી લેવાશે તેવી ખાતરી આપીને કોઈ કાર્યવાહી કરતા નથી. આથી રોષે ભરાયેલા સ્થાનિકોએ જો આ કચરો દૂર ન થાય તો સરપંચના ઘર પાસે ઠાલવી દેવાની ચીમકી આપી છે અને કલેકટર સમક્ષ આ કચરાના ગંજ દૂર કરવા જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..