દિવાળીના મિનિ વેકેશન દરમિયાન દુર્ઘટનાઓનું પ્રમાણ વધતું હોવાથી તંત્ર એલર્ટ મોરબી : દિવાળી વેકેશનનો પ્રારંભ થવાની સાથે જ મોરબી 108 ટીમ દિવાળી ઇમરજન્સી માટે સજ્જ બન્યું છે અને લોકોને આકસ્મિક ઘટનામાં ઓછામાં ઓછી જાનહાની થાય તે પ્રકારનું આયોજન કર્યું છે. મોરબી જિલ્લામાં દૈનિક 45થી 50 કેસ આવતા હોય છે તો દિવાળીથી લાભ પાંચમ સુધીમા આ દૈનિક કેસ 70થી 75 પહોંચી જતા હોય મોરબી જિલ્લા 108 ટીમે તહેવારોમાં ઈજાગ્રસ્તને ઝડપી સારવાર મળે તે હેતુથી જિલ્લાના અલગ અલગ 10 લોકેશન સ્થળ ઉપર 108 ઝડપથી દુર્ઘટના સ્થળ પર પહોચી શકે તે અંગે આયોજન કર્યું હોવાનું પ્રોગ્રામ ઓફિસર નિખીલ બાકરેએ જણાવ્યું છે. મોરબી જિલ્લામાં આકસ્મિક ઘટના સમયે ઝડપી સુવિધા માટે 22 પાઇલોટ અને 21 ઇએમટીની રાઉન્ડ ધી કલોક ડ્યુટી ફાળવામાં આવી છે.આ ઉપરાંત તેમની કામગીરી પર યોગ્ય મોનીટરીંગ માટે પણ સ્ટાફ નિમણુંક કરાઈ છે. દિવાળી તહેવાર નિમિતે લાલબાગ મોરબી, સિવિલ હોસ્પિટલ મોરબી, માર્કટિંગ યાર્ડ શનાળા રોડ મોરબી, મહેન્દ્રનગર ગ્રામ પંચાયત, ટંકારા ગામ, વાંકાનેર શહેર, મકનસર ગ્રામ પંચાયત, જેતપુર મચ્છુ ગ્રામ પંચાયત, આમરણ ગ્રામ પંચાયત,અને માળીયા મિયાણા શહેર માટે એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..