બીડી-સિગારેટના બંધાણી અને ગ્રામ્ય વિસ્તારના ગૃહિણીઓને એક દીવાસળી 4 પૈસામાં પડશે : 50 દીવાસળી વાળી બાક્સની પેટી બે રૂપિયાની મોરબી : પેટ્રોલ, ડીઝલના ભાવ વધારાની આગમાં સમગ્ર દેશ સળગી રહ્યો છે ત્યારે ચિંગારીને આગમાં ફેરવતી બાક્સ પણ હવે ભાવ વધારામાંથી બાકાત રહી નથી.બાક્સ ઉત્પાદકોએ હવે એક સમયે પાવલીમાં મળતી બાક્સની ડબ્બીની કિંમત રૂપિયા એકથી વધારી 2 કરવા જાહેરાત કરી છે. નેશનલ સ્મોલ માચિસ મેન્યુફેકચર્સ એસોસીએશનના વીએસ સેથુર થિનમે જણાવ્યું હતું કે, બાકસના રો મટીરિયલમાં રેડ ફોસ્ફરસ, વેક્સ,પોટેશિયમ,અને કાગળના ભાવમાં વધારો થવાની સાથે ડીઝલ મોંઘુ થતા પરિવહન મોંઘુ બન્યું છે પરિણામે 14 વર્ષ બાદ બાકસના ભાવ રૂપિયા 2 કરવા નિર્ણય લેવાયો છે. જો કે, અગાઉ બાક્સમાં 36 દીવાસળી આવતી હતી તેને બદલે રૂપિયા 2માં 50 દીવાસળી આપવામાં આવશે. આમ, હવે બાકસના ભાવમાં પણ બમણો ભાવ વધારો થતા બીડી સિગારેટના બંધાણી અને ગ્રામ્ય વિસ્તારોમાં ચૂલો ફૂંકતી ગૃહિણીઓને હવે એક દીવાસળી બાળવી 4 પૈસામાં પડશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..