મોરબી : મોરબીની નામાંકિત ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં તાજેતરમાં સંસ્થાના પ્રથમ મુખપત્ર સામાયિક અભિવ્યક્તિનું વિમોચન કરવામાં આવ્યું હતું. મોરબીની હાર્દસમી અને નામાંકિત એવી શૈક્ષણિક સંસ્થા ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ માટે બનાવેલું સંસ્થાનું પ્રથમ મુખપત્ર અભિવ્યક્તિનું વિમોચન સંસ્થાના ડાયરેક્ટર ધર્મેન્દ્ર ખાંડીવારના હસ્તે તાજેતરમાં થયુ હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય તેમજ સ્ટાફ મિત્રો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના આ પ્રથમ મુખપૃષ્ઠ અભિવ્યક્તિની ખાસિયત એ છે કે આ મેગેઝિન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓની સર્જનાત્મક વિચારસરણી અને ભાષા વૈવિધ્યને ઉજાગર કરતા આ મેગેઝિનને લઈ શાળાના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..