વિજેતા ટીમને ઇનામ અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરાયા મોરબી : મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં તાજેતરમાં દિવાળી પર્વ નિમિતે 2021-રંગોલી કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું.જેમાં ૫૦ જેટલી ટીમોએ સુંદર મજાની રંગોળી બનાવી હતી અને વિજેતા ટીમને ઇનામ અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરાયા હતા. રંગોળી કોમ્પિટિશનમાં ૫૦ જેટલી ટીમોએ સાયન્સના વિવિધ વિષયો અને કોન્સેપ્ટ્સ પર રંગબેરંગી, અર્થસભર અને નયનરમ્ય રંગોળીઓ બનાવી હતી. પ્રથમ ક્રમએ ભીમાણી ખુશી, હોથી હીરલ, દ્વિતીય ક્રમે ડાભી આરતી, કણઝારીયા શીતલ, તૃતિય ક્રમે ધેંટીયા ધૃવી, ગઢીયા ચાર્વી વિજેતા થયા હતા. આ કોમ્પિટિશનમાં જજ તરીકે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ અને આર્ટ માસ્ટર સિલ્વા કામરીયા ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા ટીમને ઇનામ અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..