મોરબી : મોરબીનો વિસ્મય પ્રદેશ કક્ષાએ બે સ્પર્ધાઓમાં વિજેતા બન્યો હતો. રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત યુવા ઉત્સવની મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાની વિવિધ સ્પર્ધાઓ આણંદ મુકામે યોજાઈ હતી. તેમાં મોરબીના પ્રતિભાશાળી તરુણ વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદીએ વક્તૃત્વ સ્પર્ધા તથા શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં પ્રદેશ કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું હતું. વિસ્મય અગાઉ પણ બાળ પ્રતિભાની વક્તૃત્વ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ વિજેતા થઈ ચૂક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્મયના પિતા રવીન્દ્રભાઈ પણ મોરબીના જાણીતાં વક્તા તથા એન્કર છે. જેના વારસાને વિસ્મય યશસ્વી રીતે દિપાવી રહ્યો છે. આ માટે વિસ્મય પર નિર્મલ વિદ્યાલયના ટ્રસ્ટી સમગ્ર સ્ટાફ તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..