મોરબી : મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી બી. એમ. સોલંકીના અધ્યક્ષ સ્થાને ઇન્ચાર્જ આચાર્ય આર. એમ. મેરજાનો વિદાય સમારંભ ગત તારીખ 30/ 10/ 2021 ના રોજ ધી વી.સી. ટેકનિકલ હાઇસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો આર.એમ.મેરજા (સૌના બાપા) મ.શિ., સુપરવાઈઝર, ઈન. આચાર્ય, ધી વી.સી.ટેક્. હાઇસ્કૂલ મોરબી કે જેઓ તા.31/10/2021 ના રોજ વયનિવૃત થતા હોય, તેમનો વિદાયમાન સમારોહ યોજાયો હતો. આ તકે તેઓ વય નિવૃત્તિ બાદ સમાજ ઉપયોગી કાર્ય કરે અને કુટુંબીજનો સાથે આનંદમય, તંદુરસ્તીમય દીર્ઘાયુ સાથે જીવન વિતાવે તેવી પ્રાર્થના સાથે ધી વી.સી. હાઈસ્કૂલ મોરબીમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ઉત્તમ કામગીરી કરવા બદલ શુભેચ્છા સહ્ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..