સ્પર્ધાને મળ્યો જબરો પ્રતિસાદ : કલાત્મક અને રંગબેરંગી રંગોળીઓ તેમજ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓ બની આકર્ષણનું કેન્દ્ર કુલ 173 મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઇ મનભાવન કૃતિઓ રજૂ કરી : અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિજેતાઓ અને સ્પર્ધકોનું અદકેરું સન્માન મોરબી : મોરબી અપડેટ દ્વારા ગત તા. 31 ઓક્ટોબરને રવિવારના રોજ યુનિવર્સલ હોમ ડેકોર રંગોળી અને હેલ્ધી ફૂડ કોમ્પિટિશનનું પટેલ કન્યા છાત્રાલય, હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 173 મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિજેતાઓ અને સ્પર્ધકોનું અદકેરું સન્માન કરાયું હતું. મોરબીવાસીઓ કોમ્પિટિશનની કૃતિઓ નિહાળી શકે તે માટે યોજાયેલ એક્ઝિબિશનને પણ જબરો પ્રતિસાદ મળ્યો હતો. દિવાળી પર કલાત્મક રંગોળી કરવાની પરંપરાને વધુ મજબૂત કરવા તેમજ આજના ફાસ્ટ ફૂડના જમાનામાં ઘરે બનેલી આરોગ્યપ્રદ વાનગીઓ અને હેલ્ધી ફૂડ અંગે અવરનેશ લાવવા દિવાળીના પાવન પર્વ નિમિત્તે મોરબી અપડેટ દ્વારા આયોજિત યુનિવર્સલ હોમ ડેકોર રંગોળી અને હેલ્ધી ફૂડ કોમ્પિટિશન 2021 સફળતાપુર્વક સંપન્ન થઇ છે. બંને સ્પર્ધાઓમાં કુલ 173 મહિલાઓએ હરખભેર ભાગ લઇ પોતાની સુંદર અને અનોખી કૃતિઓ રજૂ કરી મોરબીવાસીઓના મન મોહી લીધા હતા. કલાત્મક અને રંગબેરંગી રંગોળીઓ તેમજ સ્વાદિષ્ટ અને અવનવી વાનગીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. રંગોળી સ્પર્ધાની વાત કરીએ તો તેમાં કુલ 81 મહિલાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધકોએ ધાર્મિક, સામાજિક, પર્યાવરણ, દેશપ્રેમ તેમજ કોરોના સહિતના વિવિધ વિષયો પર 3 કલાક જેટલા સમયમાં મનમોહક રંગોળીઓ બનાવી કલાના કામણ પાથર્યા હતા. આ ઉપરાંત, દિવાળી અને નવા વર્ષની શુભકામના તથા સમાજને ઉપયોગી સંદેશા પાઠવતા કેપશન સાથે રંગોળીઓ રજૂ કરી હતી. જયારે હેલ્ધી ફૂડ કોમ્પિટિશનમાં કુલ 92 મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં મહિલાઓ ઘરેથી ફૂડ આઈટમ બનાવી, તેના પર ગાર્નિશિંગ કરી, ડીશને ડેકોરેટ કરી લઇ આવ્યા હતા. સાથે ચાર્ટમાં જે-તે વાનગી આરોગવાથી આરોગ્યને થતા ફાયદાઓ, રેસિપી સહિતની વિગતો રજૂ કરી હતી. સ્પર્ધકોએ બનાવેલી વાનગીઓ માત્ર સ્વાદિષ્ટ હોવાની સાથે આરોગ્યપ્રદ હોય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સ્પર્ધકોએ લાડવા, સુખડી, સેન્ડવીચ સહીત અનેક અવનવી વાનગીઓ બનાવી હતી. બંને સ્પર્ધાઓના વિજેતાઓના નામની વાત કરીએ તો રંગોળી સ્પર્ધામાં પ્રથમ સ્થાને વડગામા રુપાબેન સંદીપભાઈ, દ્વિતીય સ્થાને હેમાલીબેન કિશોરભાઈ ડઢાણીયા, તૃતીય સ્થાને અંકિતાબેન જયેન્દ્રભાઈ દેત્રોજા, ચોથા સ્થાને રશ્મિબેન નિલેશભાઈ પટેલ તથા પાંચમા સ્થાને ભાવનાબેન મહેશભાઈ સાંવરિયા તેમજ હેલ્ધી ફૂડ કોમ્પિટિશનમાં પ્રથમ સ્થાને પટેલ વિભાબેન યોગેશભાઈ, દ્વિતીય સ્થાને કાંજીયા આસનાબેન દિપેનભાઈ, તૃતીય સ્થાને પટેલ સપનાબેન સાગરભાઈ, ચોથા સ્થાને જાનસણા ધારાબેન અનિલભાઈ તથા પાંચમા સ્થાને વરમોરા માનસીબેન દીપભાઈ વિજેતા ઘોષિત થયા હતા. તેમજ પ્રોત્સાહન ઇનામ તંતી ધુપલબેન નરેશભાઈ તથા કોટેચા નીતાબેન અશ્વિનભાઈએ પ્રાપ્ત કર્યું હતું. બંને કોમ્પિટિશનના વિજેતાઓને પ્રથમ તથા દ્વિતીય સ્થાન મેળવનારને સોનાની વસ્તુ, તૃતીય સ્થાન મેળવનારને ચાંદીની વસ્તુ ઇનામ તરીકે આપવામાં આવી હતી. તેમજ સ્પોન્સર્સ યુનિવર્સલ હોમ ડેકોર તરફથી વિજેતાઓને ગિફ્ટ રૂ. 1000નું ગિફ્ટ વાઉચર તેમજ એમાઈ બ્રાંડ સ્ટોર તરફથી આકર્ષક ગિફ્ટ તેમજ DySP રાધિકા ભારાઇ તરફથી પ્રથમ સ્થાને વિજેતા બનનાર બંને મહિલાઓને રૂ. 1,111 અર્પણ કરવામાં આવ્યા હતા. તથા પારેખ જવેલર્સ તરફથી દસેય વિજેતાઓને લેબર ચાર્જમાં 20%નું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. બંને સ્પર્ધાઓમાં એકથી એક ચડિયાતી કૃતિઓના લીધે નિર્ણાયકો માટે નિર્ણય લેવો ખરેખર ગડમથલભર્યો બની ગયો હતો. ત્યારે રંગોળી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ફાલ્ગુનીબેન, રમણીકભાઇ બરાસરા તથા દિલીપભાઈ પરમાર તેમજ હેલ્ધી ફૂડ સ્પર્ધામાં અમદાવાદથી પધારેલા જોશનાબેન પરાસરા, ડો. મીરાબેન અમૃતિયા, ક્રિષ્નાબેન કોટેચાએ સુપેરે ફરજ નિભાવી હતી. ઇનામ વિતરણ સમારોહમાં DRDA મીતાબેન જોશી, મોરબી SP એસ. આર. ઓડેદરાના પત્ની પ્રિયાબેન ઓડેદરા, DySP ઉપાધ્યાયના પત્ની ધારાબેન ઉપાધ્યાય, DySP રાધિકા ભારાઇ, પટેલ કન્યા છાત્રાલયના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, જ્યોત્સનાબેન, યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી, મોરબી કલોક એસોસિશનના પ્રમુખ શશાંકભાઈ દંગી, સ્થાનિક કાઉન્સિલર અને મહિલા આગેવાન મંજુલાબેન દેત્રોજા તેમજ સ્પોન્સર્સ યુનિવર્સલ હોમ ડેકોરના ખોડીદાસભાઈ, એમ.આઈ. મોબાઈલ બ્રાન્ડ સ્ટોરના રાજભાઈ, પારેખ જવેલર્સના નિલેશભાઈ પારેખ તથા સ્કાય એકેડમીના ધીમંતભાઈ તેના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઇનામ વિતરણ વેળાએ મોરબી અપડેટના સુપ્રીમો દિલીપ બરાસરાએ ટીમનો આભાર વ્યક્ત કરવાની સાથે જણાવ્યું હતું કે અંદાજે 5 લાખ જેટલા વાંચકવર્ગના કારણે આજે મોરબી અપડેટ ઘરે-ઘરે પહોંચ્યું છે. મોરબી અપડેટ કોરોનાની મહામારી હોય, કુદરતી આપત્તિ હોય કે લોકલ નાના-મોટા સમાચારો હોય આજે મોરબી અપડેટ રાજ્ય કક્ષાએ સૌથી મોટું ડિજિટલ ન્યુઝ નેટવર્ક બન્યું છે. અમારો ધ્યેય માત્ર સમાચાર આપવાનો નથી રહ્યો પરંતુ સકારાત્મક પ્રવૃત્તિઓને સહયોગ આપવાનો અને તેને સમાજ સુધી પહોંચાડવાનો રહ્યો છે. આથી, બે વર્ષ પહેલા યોજાયેલ રંગોળી સ્પર્ધાની સફળતાને ધ્યાને લઇ આ વર્ષે સ્પર્ધા યોજવાનું નક્કી કરી થોડા દિવસમાં તૈયારી કરી કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો છે. આ કાર્યક્રમ થકી મહિલાઓને પોતાની કલા રજૂ કરવા પ્લેટફોર્મ આપવાનો અમારો હેતુ સિદ્ધ થયો છે. દિલીપભાઈ બરાસરાએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા આગળ કહ્યું હતું કે આજે સરદાર પટેલની જન્મજયંતિ એકતા દિવસે મોરબીની મહિલાઓએ દિવાળીના કામકાજની વચ્ચે મોટી સંખ્યામાં હાજર રહી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમજ આર્થિક સહયોગ આપવા બદલ દરેક સ્પોન્સર્સ, કાર્યક્રમ સ્થળના ટ્રસ્ટીઓ તથા ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, હાર-જીતના મહત્વ કરતા ભાગ લેવો મહત્વનો છે તેમ અતિથિ પ્રિયાબેન ઓડેદરાએ વક્તવ્યમાં જણાવ્યું હતું. તેમજ DRDA મીતાબેન જોશીએ સ્પર્ધકોને વિધવિધ પાસાઓને વણી લઇ રંગોળીઓ...