સરપ્રાઈઝ વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરાશે મોરબી : મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિ બપોરે-સાંજે મહાપ્રસાદ સહીત સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ઉજવાશે. છેલ્લા ૧૧ વર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ વિશેષ વ્યક્તિઓના હસ્તે સરપ્રાઈઝ કેક કટીંગનુ જલારામ મંદિર ખાતે અનેરૂ આયોજન કરવામાં આવશે. પ્રભાતધૂન, જલારામબાપાનુ પૂજન, અન્નકુટ દર્શન, કેક કટીંગ, મહાઆરતી, વૈદિક યજ્ઞ, બપોરે-સાંજે મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાશે. સંત સિરોમણી જલારામ બાપાની ૨૨૨મી જન્મ જયંતિ આવી રહી છે. દેશ વિદેશના ભક્તજનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તા.૧૧-૧૧-૨૦૨૧ ગુરુવાર કારતક સુદ સાતમના રોજ જલારામબાપાની ૨૨૨મી જન્મજયંતિ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ઉજવવાનુ આયોજન કર્યુ છે. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૯ કલાકે જલારામ બાપાનુ પૂજન, ૧૦ કલાકે અન્નકુટ દર્શન, બપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી,૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ, સાંજે ૫ કલાકે વૈદિક યજ્ઞ, ૬:૩૦ કલાકે મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજની વિશેષ વ્યક્તિઓને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવામા આવે છે. પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ત્રીજા વર્ષે અંધજનો, ચોથા વર્ષે ભિક્ષુકો, પાંચમા વર્ષે શહીદ પરિવાર, છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમના વડીલો, સાતમા વર્ષે અનાથાશ્રમની બાળાઓ, આઠમા વર્ષે કીન્નરો, નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, અગીયારમા વર્ષે ફાયર બ્રિગેડના જવાનો દ્રારા કેક કટીંગ કરવામા આવ્યુ હતુ. પ્રવર્તમાન વર્ષે પણ સમાજના આવા જ વિશેષ વ્યક્તિઓને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવશે. આમંત્રિત વિશેષ વ્યક્તિઓનુ નામ સરપ્રાઈઝ રાખવા મા આવેલ છે, જે જલારામ જયંતિના દીવસે જાહેર થશે. ઉપરોક્ત તમામ કાર્યક્રમમા સર્વજ્ઞાતિય જલારામ ભક્તોને પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે. તેમ જલારામ પ્રાર્થના મંદિર-મોરબીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..