ટ્રસ્ટના પ્રારંભે મહા રક્તદાન કેમ્પ તેમજ મહિલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો મોરબી : મોરબીમાં અનેક સંસ્થાઓ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવે છે ત્યારે વધુ એક સંસ્થા 'અનસ્ટોપેબલ વોરિયર્સ' નો રવિવારના રોજ શ્રમ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિમાર્ણના રાજયકક્ષા મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી દ્વારા સંસ્થાને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનીત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબીમાં વિશિષ્ટ કામગીરી કરનાર માતૃશક્તિનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટ્રસ્ટના ઉદ્દઘાટન પ્રસંગે મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, નકલંક ધામ બગથળાના મહંત દામજી ભગત, મહંત પ્રભુ ચરણદાસજી, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા એ સંસ્થાના તમામ કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, 'સેવા પરમો ધર્મ અને વસુધૈવ કુટુંબકમ્ ની ઉદાત્ત ભાવના સાથે સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે, લોકો સરકારી યોજનાઓને સમજે, લાભ લે એ માટે જાગૃતિ કાર્યક્રમો કરવા, આફતો વખતે લોકોને મદદ પુરી પાડવી જેવા હેતુઓ સાથે 'અનસ્ટોપેબલ વોરિયર્સ' ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..