ગઢડાના ઝાલા મોરબી નાયબ કલેકટર-2 તરીકે મુકાયા : રાજકોટના હસમુખ પરસાણીયા મોરબી મામલતદાર તરીકે મુકાયા, કચ્છના ભાટી હળવદ મામલતદાર તરીકે મુકાયા મોરબી : રાજ્ય સરકાર દ્વારા મામલતદાર અને નાયબ મામલતદાર સંવર્ગના 131 કર્મચારીઓને દિવાળી ભેટ રૂપે પ્રમોશન આપવમાં આવ્યા છે.જેમાં 13 મામલતદારોને નાયબ કલેકટર અને 118 નાયબ મામલતદારને મામલતદાર તરીકે પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે બદલી બઢતીના કરેલા હુકમો અન્વયે ગઢડા ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા એમ.એ.ઝાલાને મોરબી નાયબ કલેકટર -2 ખાતે નિમણુંક આપવામાં આવી છે.જયારે રાજકોટ જિલ્લા પુરવઠા કચેરીના ઝાંબાઝ પુરવઠા ઇન્સ્પેકટર હસમુખ પરસાણીયાને મામલતદાર તરીકે બઢતી સાથે મોરબી ચૂંટણી શાખામાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત કચ્છમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર નાનજીભાઈ ડાભીને હળવદ મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. વધુમાં મોરબી ક્લેક્ટરમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા સી.બી.નિનામાને ચીટનીશ કમિશનર મ.ભ.યો.ગાંધીનગર મુકવામાં આવ્યા છે ઉપરાંત સુરેન્દ્રનગરથી સુહાની કેલૈયાને વાંકાનેર મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..