ટ્રક ચાલકને ઇજાઓ પહોંચતા ટંકારા સારવારમાં ખસેડાયો ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર શનિવારે મોડીરાત્રે મિતાણા નજીક ટ્રક ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતા ટ્રક ધડાકાભેર બસસ્ટેન્ડમાં અથડાયો હતો. જો કે રાત્રીનો સમય હોય બસસ્ટેન્ડમાં કોઈ મુસાફર ન હોય સદભાગ્યે જાનહાની અટકી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ શનિવારે રાત્રીના સવા અગિયારેક વાગ્યાના અરસામાં મોરબીથી રાજકોટ તરફ જઈ રહેલા ટ્રક નમ્બર જીજે 3 ટી 1491નમ્બરના ટ્રક ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક મિતાણા ગામના બસસ્ટેન્ડ સાથે અથડાતા બસ સ્ટેન્ડના ભુક્કા બોલી ગયા હતા અને ટ્રક ચાલકને ઇજાઓ પહોંચતા 108 મારફતે સારવાર માટે ટંકારા ખસેડાયો હતો.