મોરબી : મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતાની પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં ડીડીઓ પરાગ ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ કતીરા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, ડે. ડીડીઓ ઇલાબેન ગોહિલ સહિતના અધિકારીઓ કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કર્યા હતા. તેમજ મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર સાથે જેલના કર્મચારીઓએ રાષ્ટીય એકતા દિવસના શપથ લીધા હતા.